Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

નર્મદા પોલીસ વડાએ પોલીસ કર્મીના પરીવારને સહાય આપતા સામાજિક કાર્યકરે આભાર વ્યક્ત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોનામાં અવસાન થયેલા પોલીસ કર્મીના પરિવારને સરકારી સહાય પેટે 25 લાખ રૂપિયાની સહાય નર્મદા જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહ એ સંવેદના વ્યક્ત કરી હતી, આ લાગણી બાબતે ગામકુવાના સામાજિક કાર્યકર અતુલ વસાવા એ ડીએસપી ને મળીને એક આદિવાસી પોલીસ કર્મચારીના પરીવારને સહાય ચૂકવી સરકારની યોજનાનો જિલ્લાના એક જરૂરિયાતમંદ પરીવાર માટે ઉપયોગ કરી નિઃસહાય પરિવારને મોટી ભેટ આપવા બદલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહને બુકે આપી આભાર સાથે  શુભકામનાઓ પાઠવી હતી.

(9:07 am IST)