Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

નર્મદા જિલ્લાના એક ગામની સગીરાને ગર્ભવતી બનાવી તરછોડી દેવાના કિસ્સામાં અભયમ ટીમ મદદરૂપ બની

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એક ગામના પરિવારનો 181મહિલા હેલ્પલાઇનમા કોલ આવેલ કે તેમના પરિવારની દીકરી સગર્ભા થતા યુવકે તરછોડતા દેતાં પરીવાર મુશ્કેલી માં મુકાયું છે જેમાં મદદ કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ રાજપીપલા તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદરૂપ બની હતી

જેમાં મળતી માહિતી મુજબ તાલુકાની એક આશરે 17 વર્ષીય બાળકી ગામના યુવક સાથે પરિચયમા આવતા આ યુવકે તેને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધતા તે સગર્ભા બનતા સગીરાનો પરિવાર ચિંતામા મુકાયો હતો તેમણે યુવકના માતા પિતાનો સંપર્ક કરી  હકીકત જણાવતા યુવક અને તેના માતા પિતા એ તેને અપનાવવાનીના પાડતા પરિવારને આગળ મદદ માટે અભયમ 181મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવતા આ કિસ્સામાં સગીરા શારીરિક શોષણનો ભોગ બનેલ હોય તેમ જણાઈ આવતા અને યુવતીને આગળ ની કાર્યવાહી માટે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમા રજૂ કરવામાં આવતા આગળની કાર્યવાહી પોલીસ તપાસ હેઠળ છે.

(11:39 pm IST)