Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

રાજપીપળા ટેકરા ફળીયામાંથી વિદેશી દારૂ મળતા બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરતી એલસીબી પોલીસ

( ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળા ટેકરા ફળીયામાં એલસીબી પોલીસે રેડ કરતા વિદેશી દારૂ સહિતના મુદામાલ સાથે બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર તા.23 ઓગસ્ટ એ એલસીબી પોલીસે બાતમીના આધારે ટેકરા ફળીયામાં રેડ કરતા ત્યાં કરણ ઉર્ફે કડુ રાજુભાઇ વસાવા(રહે. ટેકરા ફળીયા ટાંકી પાસે આંગણવાડીની બાજુમાં )એ પોતાના ઘરની પાછળ વાડામાંથી એક થેલામાં ગે.કા. અંગ્રેજી દારૂ ના પ્લાસ્ટીકના કવાટરીયા નંગ ૩૭ કિ.રૂ. ૩,૭૦૦ તથા એક મોબાઇલ નંગ ૧ કિ.રૂ. ૩૦૦૦  મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬,૭૦૦ નો મુદ્દામાલ શૈલેષ ઉર્ફે ગામડું ઉતરીયાભાઇ વસાવા પાસે થી મેળવી એક બીજાની મદદગારી કરી ગુનો કરતા નર્મદા એલસીબી એ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:41 pm IST)