Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

પેજ કમિટી પૂર્ણ હશે તો વિધાનસભાની તમામ બેઠકો પર જીત નિશ્ચિત થશે : સી, આર, પાટીલે ફરી પેજ કમિટી પર ભાર મુક્યો

પેજ સમિતિ ચૂંટણી જીતવાનું અમોધ શસ્ત્ર છે. સરકારી યોજનાઓની માહિતી એપના માધ્યમથી છેવાડાના માનવી સુદી પહોંચાડવી એ આપણી ફરજ: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ

ગાંધીનગર : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, સ્વયંશિસ્ત ભાજપના કાર્યકરની મહામૂલી મૂડી છે. પૂર્વ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના અનુભવ અને પ્રાજા સાથેના તાલમેલનો લાભ સંગઠનને મળવો જોઇએ. જે થકી સંગઠન વધુ મજબૂત બને છે. મારા નામ કે કામથી કોઇ વિવાદ સર્જાય નહીં એ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંકલ્પમંત્ર બની રહેવો જોઇએ. તેમ જ સાંસદ, ધારાસભ્યો દ્રારા થયેલા કાર્યની માહિતી આપી હતી. તેમ જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ કરેલા જનસેવાના અને વિકાસના કાર્યોની માહીતી ચોક્કસ રાખવી જોઇએ તેવો આગ્રહ કર્યો હતો.

અમદાવાદ શહેરમાં યોજાયેલા કાર્યકર્તા સંવાદ શિબિરમાં તેમણે વધુમાં પેજ સમિતિનું મહત્વ ચૂંટણીના મેદાનમાં કેટલું ઉપયોગી છે તે જણાવતાં ઉમેર્યું હતું કે, પેજ કમિટી પૂર્ણ હશે તો રાજયની તમામ વિધાનસભાની બેઠકો પર જીત નિશ્ચિત કરી શકાય. પેજ સમિતિ ચૂંટણી જીતવાનું અમોધ શસ્ત્ર છે. સરકારી યોજનાઓની માહિતી એપના માધ્યમથી છેવાડાના માનવી સુદી પહોંચાડવી એ આપણી ફરજ છે. પ્રધાનંત્રી સુરક્ષા વીમા યોજના- દસ વ્યક્તિઓનો વીમો ઉતારવો જોઇએ. 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને 7100 ગામોમાં સાંજે 7 કલાકે રામધૂનનો કાર્યક્રમ છે. પ્રત્યેક બુથમાં 50 વ્યક્તિઓને નમો ડાઉનલોડ કરાવો. મારો જન્મ જીતવા માટે થયો છે એ સંકલ્પ આપણો જીવનંત્ર બની રહેવો જોઇએ તેમ જ વડાપ્રધાનના જીવન પર 353 પુસ્તકો લખાયા છે, 9 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના સી.એમ. ટુ પી.એમ.ના યશસ્વી કાર્યકાળના 20 વર્ષ પૂર્ણ થશે જે સમગ્ર દેશવાસીઓ માટે ગૈરવની ક્ષણ છે. પ્રજાની મુશ્કેલી દૂર કરવી તે ભાજપના કાર્યકરની પ્રાથમિક ફરજ છે જેમાં તે કયારેય પીછેહઠ કરતો નથી.

જયારે નવનિયુક્ત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધઇઓ તથા કાર્યકરોના પ્રથમ સુભગ સમન્વય અને સંપર્કનો અવસર છે. માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ વ્યવહારમાં પણ પાર્ટી વીથ ડીફરન્સ આપણે રહ્યાં છીએ. સમાજના સંકટના સમયમાં સમર્પણ ભાવથી કાર્ય કરવું એ આપણને એક વિશિષ્ટતા બક્ષે છે. સ્વંયની અપેક્ષા અને આશાઓને પાશ્ચાદ ભૂમિમાં મૂકીને સમાજોપયોગી કાર્ય કરવું એ આપણો ધર્મ છે. સુરક્ષા, પ્રગતિ, ઉત્સાહ અને આનંદના વાતાવરણનું નિર્માણ એ સમગ્ર દેશમાં ભાજપનો સ્વધર્મ રહ્યો છે. વ્યક્તિગત પ્રયત્નોના સમૂહને સામૂહિક શક્તિ આપણાને આપણા લક્ષ સુધી પહોંચાડશે.

રાજયના ગુહમંત્રી પ્રદિપસીંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતુત્વમાં અનેક કાર્યકરોને કાર્ય કરવાની તક મળી છે. રાજયને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઇ જવામાં સૈનું યોગદાન રહ્યું છે. ગુજરાત એ મારો આત્મા છે, ભારત મારો પરમાત્મા છે એ નરેન્દ્રભાઇ મોદી બોલ્યા હતા. સર્જીકલ સ્ટ્રાઇક, સી.એ.એ. અફઘાનિસ્તાનથી પરત આવી રહેલ ભારતીયો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રબળ ઇચ્છા શક્તિના ઉદાહરણ છે. કાર્યકર્તાઓ સાથેની કનેકટીવીટી માટે પેજ કમિટી રામબાણ ઇલાજ છે.

ભાજપના અમદાવાદ શહેર પ્રમુખ અમીત શાહે જણાવ્યું હતું કે, કર્ણાવતી મહાનગરમાં 2,95,000 સમિતિનું કાર્ય પૂર્ણ થયું છે. આગામી સમયમાં બાકી રહેલી પેજ સમિતિનું કાર્ય પૂર્ણ કરવા કાર્યકરોને જોતરાઇ જવા અપીલ કરી હતી.

(11:18 pm IST)