Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

મત્સ્યપાલકો બોટમાંથી જ માછલી તરત વેચી શકશે

સ્કાયલોની ફિશ કેટ રિપોર્ટના લોન્ચિંગની જાહેરાત : દરિયાકાંઠાથી અનેક નોટિકલ માઈલ દૂર હોવા છતાં મત્સ્યપાલકો મધદરિયેથી વેચાણની પ્રક્રિયા શરૂ કરી શકશે

અમદાવાદ,તા.૨૪ : વિશ્વના સૌપ્રથમ અને સૌથી કિફાયતી એન્ડ-ટુ-એન્ડ સેટેલાઈટ નેરોબેન્ડ આઈઓટી સોલ્યુશન સ્કાયલો એ આજે તેના 'ફિશ કેચ રિપોર્ટલ્લના લોન્ચિંગની જાહેરાત કરી હતી, જે વિશ્વનું સૌપ્રથમ મોબાઈલ કમ્યુનિકેશન સોલ્યુશન છે, અને તે મત્સ્યપાલકો અને બોટના માલિકોને માછલી પકડીને બોટમાં લાવ્યા બાદ તુરંત જ તેને વેચવાની સુવિધા પૂરી પાડે છે.

 એટલે કે તેઓ દરિયાકાંઠે પહોંચે તે પહેલાં જ તેમણે પકડેલી માછલીઓ વેચવાની સુવિધા પૂરી પાડે છે. બીએસએનએલ,ની ભાગીદારીમાં ઉપલબ્ધ બનાવાયેલો ધ સ્કાયલો ફિશ કેચ રિપોર્ટ મત્સ્યપાલકોને તેમણે પકડેલી માછલીઓની વિગતો મોકલવા અને તેમાં સુધારા કરવાની સરળ સુવિધા પૂરી પાડે છે, જેથી તેઓ દરિયાકાંઠાથી અનેક નોટિકલ માઈલ દૂર હોવા છતાં તેઓ મધદરિયેથી જ તેમણે પકડેલી માછલીઓના વેચાણની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

આમ તેમને તેમણે પકડેલી માછલીઓની શ્રેષ્ઠ કિંમત હાંસલ કરવાની તક મળે છે. આ અંગે બોલતાં સ્કાયલોના સીઓઓ અંગિરા અગરવાલે જણાવ્યું હતું કે સૌપ્રથમ વાર દેશના મત્સ્યપાલકો માગને આધારે પોતે પકડેલી માછલીઓનું મધદરિયેથી વેચાણ કરી શકશે, જેના લીધે તેઓ ઉંચી કિંમતે પોતાનો માલ વેચી વધુ નફો રળી શકવા ઉપરાંત બગાડમાં ઘટાડો કરી શકશે અને તેમના સખત પરિશ્રમનું મહત્તમ વળતર હાંસલ કરી શકશે.

સ્કાયલો એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ વિશ્વસનીય અપટાઇમ પ્રદાન કરે છે અને દરેકને તેમના વ્યવસાયમાં સુધારો કરવાની અને બિલકુલ તાજી માછલીની ભારતીય ગ્રાહકોની વર્ષો જૂની માગને પૂર્ણ કરી વધુ પૈસા કમાવવાની ક્ષમતા આપે છે. નાની હોડીઓનો ઉપયોગ કરીને ઓછી સંખ્યા ધરાવતા મત્સ્યપાલકો દ્વારા  પકડવામાં આવતી અને વેચવામાં આવતી માછલીઓની ટકાવારી ઘણી નોઁધપાત્ર છે.

સ્કાયલોની અનોખી અને કિફાયતી કિંમત તમામ પ્રકારના મત્સ્યપાલકોના કાફલાને સમુદ્રમાં હોય ત્યારે ગમે ત્યારે ગમે ત્યાંથી તેમણે પકડેલા માછલીના જથ્થાની જાણ કરવાની ક્ષમતા આપે છે. ફૂલ સ્ટેક સ્કાયલો સોલ્યુશન વિભિન્ન બોટ માલિકોને પકડાયેલા માછલીના જથ્થાની એકત્રિત વિગતો પૂરી પાડી સશક્ત બનાવે છે, જે તેમને વાસ્તવિક સમયના બજાર ડેટાના આધારે તેમના વેચાણનું સંચાલન કરવાની સુવિધા આપે છે.

ઓલવેઝ ઓન કનેક્ટિવિટી એનીવ્હેરની મદદથી સ્કાયલો ફિશ કેચ રિપોર્ટમાં માછલીના પ્રકાર, માત્રા, પકડવાનો સમય અને વધુ વિશેની વિગતો આવરી લેવામાં આવે છે, જેથી માછલી ખરીદનારાઓ તેમના ગ્રાહકોને  તેના વિશે વધુ બહેતર જાણકારી આપી શકે છે. સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવતા, ખરીદદારો જથ્થાને પ્રત્યક્ષ રીતે પહોંચાડવામાં આવે તે પહેલાં તેમની સપ્લાય ચેઇનનું વધુ સારી રીતે આયોજન કરી શકે છે.

(9:07 pm IST)