Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સુરતમાં બેફામ ઓડી ચલાવતા શખ્સની ધરપકડ

સુરતમાં ગુનાખોરીનું વધતું પ્રમાણ : પીઆઇની ચેમ્બરમાં ઘુસીને તેમને ધમકી આપવા બદલ આરોપી સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી

સુરત ,તા.૨૪ : સુરતના ખટોદરા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા પોલીસ દ્વારા એક વ્યક્તિને ઝડપી લાવવામાં આવ્યો હતો. જે નશાની હાલતમાં હતો. પોતે જીંગાનો વેપારી હોવાનું સતત રટણ કરી રહ્યો હતો. રસ્તા પર ભયજનક રીતે ઓડી ગાડી ચલાવી રહ્યો હતો. જેથી પોલીસને કોલ મરતા પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચીને તેની અટકાયત કરી હતી.

તેને લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે તે વ્યક્તિએ પોલીસ સ્ટેશન પર પણ ભારે હોબાળો કર્યો હતો અને સમગ્ર પોલીસ સ્ટેશન માથે લીધું હતું.  પોલીસ સ્ટેશનમાં પુછપરછ દરમિયાન તે ઝીંગાનો વેપારી હોવાનું અને તેનું નામ રાહુલ ગાંધી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં હોબાળો કરવા અને પીઆઇની ચેમ્બરમાં ઘુસીને તેમને ધમકી આપવા બદલ તેની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેની પાસે રહેલી ઓડી ગાડી પણ જપ્ત કરી છે. હાલ તો પોલીસ આ વ્યક્તિ વિરુદ્ધ ઉદાહરણ બેસે તેવી કાર્યવાહી કરવા માટે અલગ અળગ કલમો લગાવીને કેસને મજબુત કરવામાં આવ્યો છે.

(9:06 pm IST)