Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

અમદાવાદમાં સીઝનમાં 100 ટકા સરેરાશ વરસાદમાં હવે 11 એમ.એમ. વરસાદ બાકીઃ મહાન કિરકેટર ડોન બ્રેડમેનની જેમ વરસાદ પણ 99.94ની એકદમ નજીક પહોંચી ગયો

અમદાવાદઃ અમદાવાદે સોમવારે સવારે દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી 9 એમએમ વરસાદ મેળવ્યો હતો. અમદાવાદમાં સીઝનનો સરેરાશ વરસાદ 798 એમએમ છે, તેની સામે અત્યાર સુધીમાં 787 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. આમ સીઝનની 100 ટકા સરેરાશ વરસાદમાં ફક્ત 11 એમએમ વરસાદ જ બાકી છે.

બીજા શબ્દોમાં કહીએ તો સ્વ. મહાન ક્રિકેટ ડોન બ્રેડમેન ટેસ્ટ ક્રિકેટમાં 99.94ની સરેરાશ ધરાવે છે. તેમણે 53 ટેસ્ટમાં 99.94ની સરેરાશે 6996 રન કર્યા હતા. વરસાદ પણ હવે આ સરેરાશની એકદમ નજીક પહોંચી ગયો છે.

રાયપુરમાં અગિયારી નજીક વૃક્ષ પડતા બે જણાને ઇજા થઈ હતી. તેઓને એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ એ સિંઘે જણાવ્યું હતું કે ઝુબિન વોરા નામની વ્યક્તિને ઇજા થઈ હતી અને એક બાઇકરને હાથમાં ઇજા થઈ હતી.

આ સિવાય વરસાદના લીધે દીવાલ ધસી પડવાની ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. એક ફરિયાદ કાલુપુરની ભંડેરી પોળની હતી, એક ખાડિયાની પંડિત પોળની હતી અને બીજી ગોમતીપુર ચાલની હતી. આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.

હાટકેશ્વરમાં ભારે વરસાદના લીધે એક્તા એપાર્ટમેન્ટની છતનો એક હિસ્સો તોડી પડતા બાળકને ઇજા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં 90 દિવસમાં ત્રણ એમએમ વરસાદ પડ્યો છે. તેમા સોમવારે સવારે રાણીપ વિસ્તારમાં સવારે દસથી ચાર વાગ્યા સુધી મહત્તમ 16 એમએમ વરસાદ પડ્યો હતો. તેમા બોડકદેવ અને વિરાટનગર ખાતે 13 એમએમ વરસાદ પડ્યો હતો. જ્યારે બીજા વિસ્તારોમાં 13 એમએમથી ઓછો વરસાદ પડ્યો હતો.

શહેરના કંટ્રોલરૂમમાં પાણી ફરાવવાની સાત ફરિયાદ આવી હતી. તેમાથી ચાર ફરિયાદ શહેરના ઉત્તરીય હિસ્સાની હતી. છ ફરિયાદ વૃક્ષ ઉખડી જવાની હતી, તેમા રાયપુરમાં મોડી સાંજે થયેલી ઘટનાનો સમાવેશ થાય છે.

ત્રણ ફરિયાદ સેન્ટ્રલ ઝોનમાં નવતાડ મહાકાલી મંદિર અને વાડીગામ ખાતે રસ્તામાં મોટા ખાડા પડી ગયાની હતી અને ઠક્કરનગર સર્વિસ રોડ માટે પણ આ જ ફરિયાદ હતી.

(5:24 pm IST)