Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાજપીપળા શહેર ભાજપ કિશાન મોર્ચાના પ્રમુખ પદે દીક્ષિત પટેલ અને 29 જેટલા કિશાનોનો સમાવેશ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ દ્વારા  જિલ્લા કિશાન સેલ, બાદ રાજપીપલા શહેર કિશાન સેલની રચના કરવામાં આવી જેમાં 29 જેટલા પુરુષ અને મહિલા કિશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કાછીયાવાડ સમાજના આગેવાન અને પૂર્વ પાલિકા ઉપ પ્રમુખ મહેશભાઈ કાછિયાના પુત્ર દીક્ષિત મહેશભાઈ પટેલ ને પ્રમુખ તરીકે પસંદગી કરી નિયુક્ત કર્યા છે. આ સાથે બે મહામંત્રી જેમાં પ્રેમસ્વરૂપ પટેલ, અને રાજેશભાઈ માછી, કોશા અધ્યક્ષ માં  મેહુલભાઈ પટેલ છ ઉપ પ્રમુખો જેમાં ધર્મિષ્ઠાબેન પટેલ, મયૂર કાછીયા, હિતેશ પટેલ, પરેશ માછી, યોમેશ પટેલ, દિપક માછીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ 29 જેટલા કિશાનોને રાજપીપલા શહેર કિશાન મોર્ચામાં સમાવેશ કર્યા છે તમામની નિયુક્તિ બદલ પક્ષ અને સમાજ દ્વારા શુભચ્છાઓ પાઠવવામાં આવી હતી

(10:55 pm IST)