Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

આંકલાવની 108 ટીમની યશસ્વી કામગીરી : નવજાત શિશુને કૃત્રિમ શ્વાસ આપી સારવાર કરી જીવતદાન આપ્યું

108ની ટીમે બાળકની સારવાર રસ્તામાં જ ડોક્ટરની સલાહના પ્રમાણે શરુ કરી દીધી

આંકલાવની સરકારી હોસ્પિટલમાં બીલપાડની દીપિકાબેન અલ્પેશભાઈ પરમારને નોર્મલ પ્રસૂતિ થતાં જન્મેલા બાળકને શ્વાસની તકલીફ થઈ હતી. બાળકની પરિસ્થિતિ જોઈને ડોક્ટરોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. જાણ થતા જ 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી બાળકને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યું હતું.

આંકલાવ તાલુકના બીલપાડની મહિલાની આંકલાવની સરકારી હોસ્પિટલમાં નોર્મલ પ્રસૂતિ થતાં જન્મેલા બાળકને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી. જેથી તે બાળક બેભાન અવસ્થા આવી ગયું હતું. ડોક્ટરોએ બાળકની વધુ સારવાર માટે તાત્કાલિક 108ને બોલાવી હતી. જેથી આ બાળક(Baby)ને વધુ સારવાર માટે બોરસદ શાશ્વત બાળકોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જો કે, બાળક(Baby)નાં ધબકારા બંધ અને બેભાન અવસ્થામાં હોવાનાં કારણે આંકલાવ 108ની ટિમ ઈએમટી પ્રદિપસિંહ પરમાર અને પાયલોટ દિનેશભાઇ મકવાણા અમદાવાદના ડોકટર જિતેન્દ્રની મદદ લઇ વાતચીત કરી હતી. ત્યારબાદ 108ની ટીમે બાળકની સારવાર રસ્તામાં જ ડોક્ટરની સલાહના પ્રમાણે શરુ કરી દીધી હતી. CPR અને એમ્બુબેગની મદદથી કૃત્રિમ શ્વાસ આપીને બાળકના શ્વાસ ચાલુ કરી સારવાર આપતાં નવજાત શીશુને જીવતદાન મળ્યું હતું.

(8:03 pm IST)