Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરે વિવિધ ખાતેદારોના 3.17 લાખની રકમની ઠગાઈ આચરી

વડોદરા:જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ સાધલી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્તરે વિવિધ ખાતેદારોના રૂ.3.17 લાખની રકમની ઠગાઈ કરી હતી. 

પોસ્ટ ઓફિસના એમઆઈએસ તેમજ ટાઈમ ડિપોઝિટના બન્ધ થયેલા ખાતાઓના વ્યાજની રકમ અંગે બોગસ દસ્તાવેજો બનાવી સબ પોસ્ટ માસ્તરે જાતે સહીઓ કરી આ રકમ ઉપાડી લીધી હતી. 

ખાતેદારોની જાણમાં આ બાબત ધ્યાનમાં આવ્યા બાદ હેડ પોસ્ટ ઓફિસ દ્વારા હાથ ધરાયેલી સમગ્ર બાબત પ્રકાશમાં આવી હતી અને આખરે સબ પોસ્ટ માસ્ટર યોગેશ ખેમાંભાઈ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાઇ છે.

(5:28 pm IST)