Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

નડિયાદ નજીક સર્જાયેલ કાર-બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની સહીત બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

નડિયાદ: શહેરના જવાહર નગર વિસ્તારમાં આવેલ બાળ સુરક્ષા ગ્રૃહ પાસે ગત રાત્રી દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ એક લક્ઝરીયસ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. ઘટનાના પગલે બાઇક પર સવાર પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજાઓ થઇ છે. જ્યારે કાર ચાલક અંધારાનો લાભ લઇ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો

જવાહર નગર જવાના રોડ પર બાળ સુરક્ષા ગ્રૃહ પાસે ગત રાત્રી દરમિયાન લક્ઝરીયસ કાર નં.જીજે.૨૩.સીએ.૯૯૭૭ નો ચાલક રાત્રી દરમિયાન પુરપાટ ઝડપે પોતાની કાર લઇ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. જે દરમ્યાન સામેથી આવી રહેલા બાઇક નં.જીજે..સીએફ.૦૪૯૧ને કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર પિતા-પુત્ર અને માતા બાઇક પરથી જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે ત્રણેયને ઇજાઓ પહોંચતા અમદાવાદ ખાતે સારવાર માટે મોકલી અપાયા છે. સમગ્ર ઘટના સંદર્ભ જવાહર નગર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(5:20 pm IST)