Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ખંભાતની મહંમદી સોસાયટીમાં પરિણીતા પાસેથી 5 લાખની દહેજની માંગણી ન સંતોષાતા સાસરિયાંઓ શારીરિક માનસિક ત્રાસ

ખંભાત: શહેરની મહંમદી સોસાયટીમાં રહેતી એક પરિણીતા પાસે પતિ, સાસુ-સસરા દ્વારા ઘરકામ બાબતે વાંકગુનાઓ કાઢીને તેમજ દહેજમાં પાંચ લાખની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર સેવાલીયા ખાતે રહેતી પરવેશબાનુના લગ્ન ખંભાતની મહંમદી સોસાયટીમાં રહેતા હાજીસાજીદભાઈ હાજીયુનુસભાઈ વ્હોરા સાથે થયા હતા. લગ્નના ત્રણ વર્ષ સુખરૂપ ચાલ્યા બાદ પતિ હાજીસાજીદભાઈ, સસરા હાજીયુનુસભાઈ તથા સાસુ જાહેદાબેન દ્વારા ઘરકામ બાબતે ઝઘડાઓ ચાલુ કરી દઈને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પતિ દ્વારા ગડદાપાટુનો માર મારીને પિયરમાંથી પાંચ લાખનું દહેજ લઈ આવવાની માંગણી ચાલુ કરી દીધી હતી. જે માંગ ના સંતોષાતા તેણીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. 

(5:16 pm IST)