Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોરસદમાં છાપો મારી બુટલેગરને 33900ના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે બોરસદના ભોભાફળીમાં છાપો મારીને બુટલેગરને ૩૩૯૦૦નો વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે

મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, બોરસદના ભોભાફળી સાઈઠ ઘર વિસ્તારમાં રહેતા જાકીરહુસૈન ઈલ્મુદ્દીન મલેક ઉર્ફે મંત્રી બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવીને વેચાણ કરે છે અને હાલમાં ઝેન કારમાં વિદેશી દારૂ ભરીને નિસરાયા ડીલીવરી આપવા જવાનો છે. જેના આધારે પોલીસની ટીમ બોરસદ ખાતે પહોંચી ગઈ હતી અને જાકીરહુસૈન ઉર્ફે મંત્રીને ઝડપી પાડીને ઝેન કાર નંબર જીજે-૦૧, એચએ-૮૨૩૬ની સાથે ઝડપી પાડીને તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૭૩ બોટલો કે જેની કિંમત ૩૩૯૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો

(5:15 pm IST)