Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મહેસાણાના ઉમરેચામાં દલિતના વાળ કાપવા મુદ્દે વાળંદ પર હુમલો :30થી 40 લોકોનું ટોળું તૂટી પડ્યું

બચાવવા જતા માતા ઉપર પણ હુમલો :ઈજાગ્રસ્ત વાળંદને હોસ્પિટલમાં દાખલ કરાયો

 

મહેસાણા જિલ્લામાં સતત બીજા દિવસે અત્યાચારની ઘટના બની છે. દલિત યુવકના વાળ કાપવા મામલે વાળંદ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સતિષભાઈ નામના વ્યક્તિને ઈજા થઈ છે, જેથી સારવાર અર્થે તેઓને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે

 મળતી માહિતી મુજબ, સતલાસણાના ઉમરેચા ગામે એક દલિત યુવકના વાળ કાપવાના મામલે વાળંદને લાકડીવડે ફટકારવામાં આવ્યો હતો. અચાનક ૩૦થી ૪૦ લોકોનુ ટોળુ ઉમટી પડ્યુ હતું અને સતીષભાઈ નામની વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને બચાવવા જતા માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત સતીષભાઈ ઉમરેયા ગામના રહેવાસી છે. તેઓ વર્ષોથી કોમ્પ્યુટર રીપેરિંગનુ કામ કરે છે. ઘટનામાં સતીષભાઈને પહેલા પણ તેમના પર હુમલાની ધમકી મળી હતી.હુમલામાં  સતિષભાઈ ઘાયલ થતા સારવાર  અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મામલે દલિતના વાળ કાપવાના મામલે માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનિય ઘટના બને તે માટે ઉમરેચા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(11:20 pm IST)