Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ખંભાતના કંસારીમાં 20 વર્ષીય પરિણીતાનું અપહરણ કરી બદનામ કરવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખંભાત:શહેરના કંસારી ખાતે રહેતી એક ૨૦ વર્ષીય પરિણીતાનું ગત ૨૨મી તારીખના રોજ તેના ઘર પાસેથી એક શખ્સે ઈકો કારમાં અપહરણ કરીને પાલનપુર લઈ ગયા બાદ તેણીની સાથે બળજબરી કરીને લગ્ન કરવાનું દબાણ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભાત શહેર પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર કંસારી ખાતે રહેતી ૨૦ વર્ષીય પરિણીતાના લગ્ન જબુંસર ખાતે રહેતા યુવાન સાથે થયા હતા. ઈદનો તહેવાર હોય પરિણીતા તેના માતા-પિતાને ઘરે આવી હતી. દરમ્યાન પિતા સાથે ડ્રાઈવીંગ કરતા અને જલીપોળ ખાતે રહેતા રીયાઝ મુનાવર બુખારીની સાથે ઓળખ પરિચય થતાં તેણે લગ્ન કરવાની ઓફર મુકી હતી પરિણીતાએ પોતાના લગ્ન થઈ ગયા હોય લગ્ન કરવાની ના પાડી હતી. જેથી રીયાઝે લગ્ન કરવા માટે બળજબરી દ્વારા સમાજમાં બદનામ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગત ૨૨મી તારીખના રોજ ઈકો કારમાં અપહરણ કરીને પાલનપુર ખાતે લઈ ગયો હતો જ્યાં લગ્ન કરવા માટે બળજબરી કરી હતી જો નહીં કરે તો તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 
 

(6:24 pm IST)