Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભરૂચના જંબુસર બાયપાસ નજીક નેશનલ પાર્ક સોસાયટીમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયીઃ અેક યુવક દબાઇ જતા તાત્‍કાલીક બહાર કાઢીને સારવાર માટે ખસેડાયો

ભરૂચઃ ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ અનેક જગ્‍યાઅે પાણી ભરાઇ જવાથી કાચા મકાનો અને દિવાલો ધરાશાયી થઇ રહ્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચના જંબુસર બાયપાસ પાસે ‌દિવાલ ધરાશાયી થતા અેક યુવક તેમાં દબાઇ ગયો હતો. જો કે, લતાવાસીઓઅે તાત્‍કાલીક તેને બહાર કાઢીને હોસ્‍પિટલે ખસેડ્યો હતો.

ભરૂચ-જંબુસર બાપાસ વિસ્તારમાં આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં એક મકાનની દિવાલ કડભૂસ થઈ હતી. જેમાં મીનાઝ અયુબ પટેલ નામના 26 વર્ષિય યુવાન દબાઈ ગયો હતો.

સદનશીબે લોકોને તેની જાણ થઈ જતાં તરતજ દોડી આવેલા લોકોએ તેને બહાર કાઢી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

(6:12 pm IST)