Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નોટબંધી સમયે ભાજપ દ્વારા સહકારી બેંકોમાં પાંચ દિવસમાં આચરવામાં આવેલા કૌભાંડના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ડિસ્‍ટ્રીક્ટ બેંક સામે વિરોધ પ્રદર્શનઃ સૂત્રોચ્ચાર કરીને પૂતળાદહનનો પ્રયાસઃ કોંગી કાર્યકરોની અટકાયત

ભરૂચઃ નોટબંધી સમયે સહકારી બેંકોમાં થયેલા કૌભાંડ અન્‍વયે ભરૂચમાં ડિસ્‍ટ્રીક્ટ બેંક સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આક્રોશ વ્‍યક્ત કરવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તાર ખાતે નોટબંધી સમયે ભાજપા દ્વારા સહકારી બેંકોમાં પાંચ દિવસમાં આચરાયેલા કૌભાંડના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે નોટબંધીના સમયગાળામાં અમદાવાદ જીલ્લા સહકારી બેંક (ગુજરાત રાજ્યની સહકારી બેંકો )માં માત્ર પાંચ દિવસ માં કરોડો રૂપીયા જમા કરી મોટું કૌભાંડ આચરયું હતું.જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં એક આશ્ચર્યજનક વિરોધ સાથે ભારે સુત્રોચાર કરી પૂતળા દહન કરવાનો કાર્યક્રમ અપાયો હતો. જેમાં પુતળા દહન અને ભરૂચ ડિસ્ટ્રિકટ બેંક બંધ કરાવવા જતા પોલીસે પૂતળાનું દહન કરતા પહેલા જ પૂતળાનો કબ્જો લઈ બેંક બંધ કરાવા નીકળેલ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં નોટબંધી કરી આ સરકારે કાળુ નાણું સફેદ કર્યું છે. તેમા પણ જેટલી ભાજપ શાસીત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટિવ બેંકો છે તેમાં પણ અમદાવાદમાં જેમાં પોતે અમિત શાહ ચેરમેન છે, તેની અંદર રૂપિયા ૭૪૫ કરોડ પાંચ દિવસમાં જમા કર્યા,ભરૂચની અંદર વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પોતે ચેરમેન છે, તેમણે પાંચ દિવસમાં ૯૮ કરોડ રૂપિયા, તેમજ સુરતની અંદર સાડાત્રણસો કરોડ,બરોડામાં ૭૬ કરોડ સહિત ભાજપ શાસિત રાજ્યની જેટલી પણ બેંકો છે. તેમાં ભાજપા દ્વારા હજારો કરોડ રૂપિયા જમા કરી ખોટી રીતે ભ્રષ્ટાચાર આચરેલો છે. આવા આક્ષેપો સાથે સમગ્ર દેશમાં જેટલું કાળુ નાનું જમા થયેલું છે. તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠાવી હતી.

(6:11 pm IST)