Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સરદાર સરોવર ડેમની સતત વધતી સપાટી :દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો

અમદાવાદ :ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 48 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી 107.25 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ 21,333 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની મુખ્ય કેનાલમાં ગુજરાત માટે 2432 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 

(12:24 pm IST)