Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ઉમરગામમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો :નારગોલ તળાવ ફાટ્યું : રોડ અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાં :ત્રણ સ્કૂલોમાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી ફરી વરસાદી માહોલ: ઉમરગામ, વાપી, વલસાડ, પારડી, ધરમપુર સહિતના વિસ્તારમાં સતત વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરગામ, વાપી, વલસાડ, પારડી, ધરમપુર સહિતના વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રવિવારે સવારે નાનકડા વિરામ બાદ વરસાદની ધમાકેદાર ઇનિંગ શરુ થઈ ગઈ છે. ઉમરગામમાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા નારગોલ તળાવ ફાટ્યું હતું. જેના કારણે નારગોલ-મરોલી રોડ પર પાણી ફરી વળ્યા છે. રાતભરમાં સૌથી વધુ વરસાદ વાપી અને ઉમરગામમાં નોંધાયો છે. ઉમરગામ રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. તાલુકાની 3 સ્કૂલોમાં ભારે વરસાદ જોતા રજાની જાહેરાત કરી દવામાં આવી છે.

(11:07 am IST)