Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ડેડીયાપાડા નવીનગરીમાં આંકડા લખનાર શખ્સને રૂ.1,350 સાથે ઝડપી પાડતી એલસીબી ,નર્મદા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા એલસીબી ટીમ દ્વારા એક બાદ એક ગુનાઓ ડામવા સતત કામગીરી થઈ રહી છે જેમાં નાના મોટા તમામ ગુનાઓ ઉપર અંકુશ મેળવવા આ ટીમ સતત પ્રયત્નશીલ હોય સોમવારે બપોરે ડેડીયાપાડા માં રેડ કરી આંકડા લખનાર વ્યક્તિને ઝડપી ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પીઆઇ અલ્પેશ પટેલની સૂચના મુજબ બાતમીના આધારે ડેડીયાપાડા ગામની નવીનગરી ખાતે એલસીબી ટીમે રેઇડ કરતા ત્યાં આંકડા લખનાર રાજુભાઇ ભીખાભાઇ પારધી (રહે.નવીનગરી દેડીયાપાડા )ને અંગ ઝડતીના રોકડા રૂ .૧૩૫૦ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

(12:04 am IST)