Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સંબંધ રાખી ગર્ભવતી બનાવી, મહિલાને બાળક સાથે તરછોડી

છોટાઉદેપુરમાં ભાજપ મહામંત્રી સામે ફરિયાદ : આરોપી છોટાઉદેપુર શહેર મહામંત્રી-પૂર્વ નપાના સભ્ય

છોટાઉદેપુર,તા.૨૫ : છોટાઉદેપુર શહેર મહામંત્રી અને પૂર્વ નગર પાલિકા સભ્ય મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલીયા સામે વિશ્વાસમાં લઈ આજીવન સાચવવાની લાલચ આપી, અવાર નવાર શરીર સંબંધ બાંધી, ગર્ભવતી બનાવી માતા અને બાળકને સ્વીકારવાની ના પાડતાં બાળકની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાળકની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે, સાત વર્ષ પહેલાં રાજપૂત ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલીયાએ મારા મોબાઈલ ઉપર અવાર નવાર ફોન કરી મને પ્રપોઝ કરતા હતા. જે બાદ મેં તેમની વાતનો સ્વીકાર કર્યો હતો. બાદમાં મને લગ્નની લાલચ આપી મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ત્યાર બાદ મહેન્દ્રએ સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને મારી સાથે ઝઘડો કરી હું તારી સાથે લગ્ન કરવાનો નથી હું ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું, તું મને બદનામ કરવા માટે બધું કરે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. સાંભળીને મને દુખ થયું હતું અને તે વખતે ઝેરી દવા પી લીધી હતી.

અંગે તે વખતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી. અંગેનો કેસ કોર્ટમાં ચાલતાં મહેશ અંબાલીયાએ મને ફરીથી વિશ્વાસમાં લઇ ભલે મેં લગ્ન કરી લીધા છે પરંતુ હું તને રાખીશ. આવું જણાવી વિશ્વાસમાં લઇને સમાધાન કરી દીધું હતું. તેના કહ્યા મુજબ કોર્ટમાં જુબાની આપી કેસ પતાવી દીધો હતો.

 થોડા સમય પછી અમે એક બીજાની મરજીથી મળવા લાગેલા. જે બાદ તે મારું શારીરિક શોષણ કરતો હતો. જેથી મને ગર્ભ રહેતાં મારી સાથે બોલવાનું બંધ કરી દીધુ હતું. ગર્ભ પડાવવા માટે અનેકવાર ધાક ધમકી આપતો હતો. બાળક થતા મારા બાળકને તથા મને સ્વીકારવાની ના પાડી તરછોડી છે. અંગે પોલીસે ઇપીકો કલમ ૩૭૬, ૫૦૬ () મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(9:46 pm IST)