Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં મિત્રને સાચવણી માટે આપેલ 4.60 લાખના દાગીના પરત ન આપતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના આજવા રોડ પર  રહેતા રોહન થોરાટ  આઈટી કંપની ચલાવે છે. ગઈ તારીખ 10 ઓક્ટોબર 2020 ના રોજ રોહન ભાઈ દમણ ખાતે ગયા હતા. જ્યાંથી  પરત ફરતા તેઓ  નશાની હાલતમાં હોય કારનું ડ્રાઇવિંગ કરવા માટે ડ્રાઇવર રાખ્યો હતો ત્યારબાદ ડ્રાઇવર રોહન ભાઈ અને તેમના પાર્ટનર શૈફાલીને લઈ વડોદરા આવવા નીકળ્યો હતો. શૈફાલીને ડ્રોપ કર્યા બાદ રોહનભાઈ નશામાં ધૂત થઈ ભાન ભૂલી બેઠા હતા. દરમ્યાન રોહનભાઈના મોબાઈલ ફોન ઉપર તેમના મિત્ર લખપ્રીતનો કોલ આવતા ડ્રાઇવરે રોહન ભાઈને તેમના ઘરે ડ્રોપ કરવા સરનામું માંગતા લખપ્રીતસિંહએ જણાવ્યું હતું કે , હું તેનો મિત્ર છું  તેની સારવાર કરાવવી  ઘરે મૂકી આવીશ.ત્યારબાદ લખપ્રીતસિંહએ રોહન ભાઈ ને ટ્રાયકલર હોસ્પિટલ માં દાખલ કર્યા હતા.

તે સમયે રોહન ભાઈ તેમના હાથમાં પહેરેલી રૂપિયા 2.50 લાખની કિંમતનું રિયલ ડાયમંડનું બ્રેસલેટ, રૂપિયા 3000 ની કિંમત ધરાવતી સોનાની રીંગ, રૂપિયા 1 લાખની કિંમતની સોનાની પ્લેટિનિયમ ચેન, રૂપિયા 50 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા બેગ માં રહેલા 30000 ની કિંમત ધરાવતા એરપોડ્સ, ચશ્મા ,પર્ફ્યુમ વગેરે લખપ્રીતસિંહને આપ્યા હતા. જે ચીજ વસ્તુઓ રોહન ભાઈ મિત્ર લખપ્રીતસિંહને અવારનવાર પરત માંગી હોવા છતાં આપી નથી.

(4:52 pm IST)