Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગાંધીનગરમાં એલસીબીની ટીમે દરોડા પાડી હારજીતનો જુગાર રમતા નવ શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં કોરોના કાળમાં પણ જુગારની પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી ત્યારે એલસીબીની ટીમે મોટી ભોયણ ગામે દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતાં નવ શખ્સોને ઝડપી પાડયા હતા તો બીજી બાજુ અડાલજ પોલીસે ગામના ઝાલાપરાવાસમાં દરોડો કરી છ જુગારીઓને ઝડપી લીધા હતા. આ જુગારીઓ સામે જુગારધારા સાથે જાહેરનામાં ભંગ બદલ પણ ગુનો નોંધાયો હતો.    

ગાંધીનગરમાં હાલ કોરોનાની સ્થિતિને કારણ ધંધા રોજગાર મંદ છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની પ્રવૃતિ પણ વધી રહી છે. પોલીસ બાતમીદારોને સક્રિય કરી જુગારની બદીને અટકાવવા મથી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી કામગીરી કરવા સુચના આપી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભોયણ રાઠોડ ગામની સીમમાં રાયણના ઝાડ નીચે કેટલાક ઈસમો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં મોટી ભોયણ રાઠોડ વાસમાં રહેતાં મુકેશજી ભીખાજી વાઘેલાભાવુસિંહ પરબતસિંહ ચાવડાશુભમસિંહ કરણસિંહ ચૌહાણભરતજી પોપટજી રાઠોડઘનશ્યામજી શાંતુજી ચાવડાપંકજસિંહ બાબુસિંહ રાઠોડકિશોરસિંહ સુખદેવજી પઢીયારમેઘાણીનગર અમદાવાદના દીલીપસિંહ દશરથસિંહ ચાવડા અને જીગર શૈલેષભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી પાડયા હતા જેમની પાસેથી ૧૩૪૧૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. બીજી બાજુ અડાલજ પોલીસની ટીમે ઝાલાપરાવાસમાં દરોડો પાડીને જુગાર રમતાં ઝાલાપરાવાસના સંજય અમરતજી ઠાકોરમેલાજી રમેશજી ઠાકોરઅજય પોપટજી ઠાકોરપિયુષ પોપટજી ઠાકોરઆનંદ દિનેશજી ચાવડા અને સુરેશજી જેસંગજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી લઈ ૧૦૪૯૦ની રોકડ કબ્જે કરી હતી. આ જુગારીઓ સામે જુગારધારાની સાથે જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

(4:44 pm IST)