Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સુરત: પતિ સાથે રકઝક થતા અમરોલીની પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી

સુરત: શહેરમાં પતિ સાથે રકઝક થયા પછી અમરોલીની પરિણીતા અને પાંડેસરાની પરણીતાએ ગળેફાસો ખાઇ મોતને વહાલું કર્યું હતું.નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પાંડેસરાના અપેક્ષા નગરમાં રહેતી 24 વર્ષીય પૂજા રંજન સિંગ ગઈકાલે રાત્રે ઘરમાં લોખંડના હુંક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે પૂજા મૂળ ઉત્તર પ્રદેશની વતની હતી. તેને બે સંતાન છે તેના પતિ એડવર્ટાઇઝની કંપનીમાં નોકરી કરે છે જોકે ગઈ કાલે સમોસા બનાવવા બાબતે પતિ અને પત્ની વચ્ચે રકઝક થઈ હતી ત્યારબાદ તેણે પગલું ભર્યું હોવાની શક્યતા છે અંગે પાંડેસરા પોલીસે તપાસ આદરી છે

બીજા બનાવમાં અમરોલીના છાપરાભાઠા રોડ પર શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી 24 વર્ષીય આશા રમેશ ચૌધરી ગઈ તા.૨૩મીએ રાત થી ગઈકાલે રાત્રી દરમિયાન ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે આશા મૂળ બનાસકાંઠાની વતની હતી તેને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે જોકે પુત્રને વતન મોકલવાના મુદ્દે આશા અને તેના પતિ વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં તેને માઠું લાગી આવતા પગલું ભર્યું હોવાની શક્યતા છે તેના પતિ હીરાના કામ સાથે સંકળાયેલા છે અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.

(4:44 pm IST)