Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ચોમાસુ લંબાય તો પણ ગુજરાતને પાણીની તકલીફ નહિ પડે

સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૫ મીટરને પાર, ધીમે-ધીમે પાણીનો જથ્થો છોડાઇ રહયો છે

રાજપીપળાઃ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલા ૨૧૨૪ મિલીયન ક્યુબીક મીટર જમા છે, ત્યારે ચોમાસુ લંબાય તો પણ ગુજરાતમાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

 સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટર પાર કરી ગઈ છે. ગુજરાતને ભાગે આવતું પાણી ઉપરવાસમાંથી ધીરે ધીરે છોડાઇ રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો સ્ટોરેજ ભરપૂર છે. જો ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઈ પણ તકલીફ નહી પડે.

 ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચોમાસું ખૂબ સારું રહ્યું હતું. જેના કારણે નર્મદા ઘાટીમાં ભરપૂર પાણી આવ્યું હતું. પાણીનો સ્ટોરેજ પણ ભરપૂર હોય. 

 હાલમાં નર્મદા ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે જે પાણીનો જથ્થો છે તે ધીરે ધીરે છોડાઈ રહ્યો છે અને તળાવો નદીઓ વગેરે ભરવામાં આવી રહ્યા છેે.

(4:21 pm IST)