Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાલીગણ તથા વિદ્યાર્થીઓને રાહત પહોંચી

ધો.૧૦ના ૩.૫૦ લાખ વિદ્યાર્થીઓને ૬.૪૭ કરોડ રૂપિયાની ફી પરત અપાશેઃ રાજય સરકારનો નિર્ણય

અમદાવાદ, તા.૨૫: વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત માટે વધુ એક વખત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે રાજય સરકારે મોટો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી ની સાથે કેટલાક પ્રશ્નોને લઈને અવઢવ જોવા મળી હતી. પરંતુ હવે જેમાંથી એક અતિ મહત્વનો પ્રશ્નને ફી ને લઈને હતો. આ પ્રશ્ન પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા અને દૂર કરતા રાજય સરકાર દ્વારા ૩.૫ લાખ વિદ્યાર્થીઓને ફી પરત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માત્ર મોત થઈ રહ્યું છે ત્યારે ૬.૪૭ કરોડની ફી પરત કરવા માટે રાજય સરકારે તૈયારી દેખાડી છે. જેને લઇને વાલીઓની ચિંતામા મહદઅંશે ઘટાડો થશે.

રાજય સરકારના નિર્ણયના પગલે વાલીઓમાં હાશકારો જરૃર જોવા મળે છે પરંતુ હજુ કેટલાક પ્રશ્નો યથાવત જોવા મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં તેનો પણ વહેલી તકે ઉકેલ આવી જશે તેવું સરકારની વર્તમાન નીતિ પરથી લાગી રહ્યું છે.બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં પ્રવેશ આપવાને લઈને સવાલ ઊભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ ૧૧ના ૬ લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે ૯.૫૦ લાખમાંથી ૫૦ હાજર વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ ૯ લાખ વિદ્યાર્થીનો સવાલ ઊભો રહે.૬ લાખની વ્યવસ્થાની સામે ૯ લાખ વિદ્યાર્થીને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મૂંઝવણ છે.

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક વખત નિર્ણય લેવામાં આવ્યા બાદ વાલીઓની આશા પણ વધારો થયો છે ત્યારે અન્ય પણ ઉકેલાયેલા પ્રશ્નોનો પણ સત્વરે ઉકેલ આવે તેમ વાલીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પરંતુ તેમને માકર્સ કઈ રીતે આપવા તથા માકર્સ આપ્યા બાદ હોંશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય એવી પણ પરિસ્થિતિ થશે અને આ પરિસ્થિતિને કારણે ધોરણ ૧૧ના પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થશે. ધોરણ ૧૧માં સાયન્સ/કોમર્સ/આર્ટ્સ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર  વધવાની શકયતા છે. વધુ વિદ્યાર્થીઓ સાયન્સક્ષેત્ર પસંદ કરે ત્યારે A અને B ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશ્કેલી થશે. માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમિશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.

(3:07 pm IST)