Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગુજરાતની વિવિધ જેલમાં કેદીઓ ભજીયા વેચાણ, માસ્ક ઉત્પાદન, ખેતી અને પેટ્રોલ પંપ સંચાલન દ્વારા રોજગારી આસાનીથી મેળવે છે

લોકડાઉન અને મંદીની વ્યાપક ફરિયાદો બહારની દુનિયામાં ભલે રહી, અંદરની દુનિયામાં આની અસર નથી : પેરોલ મુકત દોઢ હજાર કેદીઓએ દર માસે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા જવું પડશે : કેદીઓને ઉગારવા માટે રાત દિવસ ઝઝૂમતા સ્ટાફ માટે વધુ એક સુવિધાજનક આવાસ યોજનાનું જેલ વડા ડો.કે.એલ.એન.રાવ તથા જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઈન્દુ રાવ હસ્તે મંગલ પ્રારંભ

રાજકોટ, તા.૨૫:  સૌરાષ્ટ્ર ગુજરાતમાં ૨૬ મહિલા કેદીઓ સહિત દોઢ હજારથી વધુ કેદીઓ કે જે સાત વર્ષથી ઓછી સજા વાળા કેદી છે તેમને કોરોના મહામારી અંતર્ગત સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ તથા હાઈ કોર્ટ હાઈ પાવર કમિટી તથા ગૃહ મંત્રાલય સાથે પરામર્શ બાદ પેરોલ આપવામાં આવી છે તેવા દરેક કેદીઓએ પોતાના વિસ્તારના પોલીસ મથકમાં હાજરી પૂરાવવી પડશે તેમ ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન.રાવ દ્વારા જણાવાયું છે.    

ડો.કે.એલ.એન.રાવ જ ણાવે છે કે, કોરોના સામેના જંગમાં અમે કેદીઓ ઓછામાં ઓછી માત્રામાં સંક્રમિત થાય અને થયા બાદ તેઓને તુરત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે,જેલમાં ટીમ વર્ક દ્વારા થતા કાર્યમાં જેલ સુપ્રિ.થી લઈ નાનામાં નાના સિપાહી પણ કોરોના કાળમાં માનવતા દાખવી રહ્યા છે.                

 તેઓએ જણાવેલ કે કેદીઓ માફક અમારા જેલ પરિવારની કોરોના સામે કાળજી રાખવા તેવોને પણ સારા વાતાવરણમાં સુવિધાવાળા રહેણાક મળે તેવા પ્રયત્નો ચાલે છે. પાટણ ખાતે સુવિધવાલા આવાસ નું લોકા પર્ણ કરીને જ આવ્યો છું તેમ જણાવેલ.                                  

 ડો.રાવે જણાવેલ કે કેદીઓને રાજ્ય કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ તથા વડાપ્રધાન દ્વારા આત્મ નિર્ભર બનાવવા જે પ્રયાસો ચાલે છે તેમાં ગુજરાત જેલ તંત્ર પણ વિવિધ રોજગારી યોજના સાથે પોતાની ભાગીદારી નોંધાવે છે.         

લોક ડાઉનમા કેદીઓ માટે રોજગારીના અનેક સાધનો ઊભા કર્યા છે, તેવો દ્વારા વિશેષમાં જણાવેલકે કોરોના પ્રારંભે માસ્કની અછત સમયે જેલમાં માસ્ક ઉત્પાદન કરી કાળા બજાર થતાં કેદીઓ દ્વારા રોકવામાં આવેલ.કેદીઓ દ્વારા બનતા ભાજિયનું ટર્ન ઓવર કરોડના આંકને આંબી ગયું છે,કેદીઓ પેટ્રોલ પંપનું સંચાલન કરે છે,જેલમાં જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્દુ રાવ ની મદદથી આધુનિક પદ્ધતિ મુજબ પાઠશાળા પણ ચાલે છે,આમ જેલ ની દુનિયા એક અદભૂત કાર્ય કરતી અનોખી નગરી જેવી છે.

(11:40 am IST)