Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

૨૭ એપ્રિલથી તમામ વેપાર-ધંધા બંધ હતા

નાની પેઢી -દુકાનમાં કામ કરતાં કર્મચારીઓ ભારે ચિંતામાં : ૫ કે ૭ મીએ થતો પગાર કયારે થશે ?

અમદાવાદ,તા. ૨૫: કોરોનાના વધતા જતા કહેર વચ્ચે તંત્ર દ્વારા ૨૭ એપ્રિલથી તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ અપાયો હતો. હવે બપોરના ત્રણ વાગ્યા સુધી ધંધો કરવાની છૂટ અપાઇ છે પણ કોઈ પેઢીમાં કે દુકાનમાં અથવા મોલમાં કામ કરત કર્મચારીઓને ૭મી તારીખ સુધીમાં પગાર મળી જતો હતો તે હવે કયારે મળશે? તેની ચિંતા કર્મચારીઓને સતાવી રહી છે. વેપાર-ધંધા બંધ અને વેપારીઓ ઘરે હોવાથી હવે ૨૫જ્રાક તારીખ પછી જ તેમનો પગાર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. જુદા જુદા સંગઠનો દ્વારા કોઈ કર્મચારીઓના પગાર નહીં કાપવા માટે સૂચનો આપવામાં આશા છે ત્યારે જોવાનું એ રહ્યું કે કેટલા તેનો અમલ કરે છે.

અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં ખાનગી પેઢીઓ કે દુકાનમાં નોકરી કરતા લાખો કર્મચારીઓના પગાર વિલંબથી થવાની સંભાવના મુદ્દે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ ફેડરેશન દ્વરા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી પગારના દિવસો દરમિયાન ખાનગી પેઢી, દુકાન કે મોલ અથવા હોલસેલ વેપારીઓની ઓફિસોને બેન્કિંગ અવર્સ દરમિયાન ખુલ્લા રખવાની મુકિત આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જો મધ્યમવર્ગના પરિવારોમાં પગાર સમયસર થાય નહિ અને પૂરતો થાય નહીં તો તેમના બજેટ ખોરવાઇ જવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે. માટે હવે ચાલુ મહિને આવા ખાનગી કર્મચારીઓને કયારે પગાર થાય છે? તે જોવું રહ્યું. અમદાવાદ તમામ બજારો, તમામ માર્કેટ તથા મહાજન જડબેસલાક બંધ છે. આ પરિસ્થિતિમાં વ્યાપારીઓને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે.

છેલ્લા લગભગ એક મહિના કરતાં વધારે સમય કોરોનાની બીજી લહેરને કારણે વધતા જતા સંક્રમણથી બજારોમાં મંદીનો માહોલ જામી ગયો હતો. આજ પરિસ્થિતિ વચ્ચે હવે પખવાડિયા સુધી બજારો બંધ રહેવાથી વેપારીઓની પણ આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. હવે આવી પરિસ્થિતિમાં વેપારીઓ દ્વારા બંધનો પૂરો પગાર આપવામાં આવશે કે કેમ? તેની ચિંતા પણ કર્મચારીઓને સતાવી રહી છે.

(10:28 am IST)