Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સુરત : સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા તૌકતે અસરગ્રસ્તો માટે 2000 કીટ ઉના મોકલાઈ

ઘઉંનો લોટ, તેલ, ખાંડ, દાળ, તુવેર દાળ, મગ દાલ વગેરે આવશ્યક વસ્તુ સાથેની કીટ લઈને એક ટીમને મોકલી

સુરત શહેર સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે તોફાન પીડિતો માટે 2000 કીટ મોકલાવી છે.

પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ સુરત સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ રાજકોટ સંસ્થામાંથી કોરોના પીડિતોની સેવા ચાલી રહી છે. સાથે જ ગુરુકુળ અધ્યક્ષ સદુરવર્ય મહંત સ્વામી દેવ દાસજી સ્વામીની પ્રેરણાથી અમરેલી જિલ્લાના અને તરવડા ગુરુકુળ દ્વારા પણ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સેવા શરૂ કરવામાં આવી છે. ઉના આનંદ ગઢમાં રાજકોટ ગુરુકુળની એક શાખા સ્વામિનારાયણ ગુરુકુળ વાવાઝોડાથી ખુબ અસરગ્રસ્ત થઈ છે.જોકે ત્યાં રહેલા સંત હરિવાદદાસજી સ્વામી, કેશવ પ્રિયદાસજી સ્વામીની અને સર્વજ્ઞ સ્વામી લોકોની મદદ કરી રહ્યા છે. નીલકંઠ ધામ પોઈચા હરિકૃષ્ણદાસજી સ્વામી, કલ્યાણદાસજી સ્વામી યુવાનોની ટીમ સાથે 24મી મેના રોજ પહોંચીને જન સેવા કરી રહ્યા છે. તેવામાં સુરત સ્વામિનારાયણ ગુરુકુળ સમર્પિત યુવાઓ દ્વારા સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે ઘઉંનો લોટ, તેલ, ખાંડ, દાળ, તુવેર દાળ, મગ દાલ વગેરે આવશ્યક વસ્તુ સાથેની કીટ લઈને એક ટીમને મોકલી છે.

આ અવસર પર સદ્ગુરુ પુરાણી ધર્મવલ્લભ દાસજી સ્વામી અને ટ્રસ્ટના અધ્યક્ષ હિતેશભાઈ લાલજીભાઈ પટેલ ઉગામેડી, ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ રાખોલીયા, હિતેશ હપાની, શૈલેષ ગોટી, ઈશ્વર ધોળકિયા, મેહુલ સુતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટના સુરતના કાર્યકર્તાઓ લાલજીભાઈ તોરી, ભગવાનજી કાકડીયા અને કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શનમાં 40 સ્વયંસેવકો અને સંતો દ્વારા 2000 ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરવામાં આવી છે.

(9:45 am IST)