Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વિરમગામ તાલુકામાં લાંબી મુંછ રાખવા પર દલિત યુવક પર 11 શખ્શોએ કર્યો હુમલો :ત્રણની ધરપકડ

લાંબી મૂછો હોવાને કારણે તેના પર અન્ય 11 પછાત વર્ગોએ હુમલો કર્યો

અમદાવાદ: જિલ્લાના વિરમગામ તાલુકામાં લાંબી મુંછ રાખવા પર દલિત યુવક પર 11 શખ્શોએ હિંસક હુમલો કર્યો છે, આ મામલામાં ત્રણ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે.

નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વ્યાસે જણાવ્યું હતું કે અનુસુચિત જાતિના સુરેશ વાઘેલાએ ફરિયાદ કરી છે કે લાંબી મૂછો હોવાને કારણે તેના પર અન્ય 11 પછાત વર્ગોએ હુમલો કર્યો હતો. વ્યાસે જણાવ્યું હતું કે વાઘેલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે અત્યાર સુધીમાં ત્રણ લોકોને ધરપકડ કરી છે.

 વાઘેલાની એફઆઈઆર મુજબ ધમા ઠાકોરની આગેવાની હેઠળ લોકોનું એક જૂથ કરથકલ ગામમાં તેના ઘરની બહાર આવી પહોંચ્યું હતું અને લાંબી મૂછો રાખવા મામલે બિભત્સ શબ્દો પ્રયોજી અને જાતિવાદી દુર્વ્યવહાર કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે આ તમામ લોકોએ વાઘેલા ઉપર તીક્ષ્‍ણ હથિયારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વાઘેલાની બહેન પણ ઘાયલ થઈ હતી.

(9:39 am IST)