Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આમલેથા બસ સ્ટેન્ડ પાસે ક્રુઝર ગાડીમાં 15 માણસો બેસાડી લાવનાર ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન આમલેથા બસ સ્ટેન્ડ પાસેથી ગાડીમાં વધુ માણસો બેસાડી પકડાયેલા ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરી છે.
  મળતી વિગતો અનુસાર આમલેથા પોલીસ રવિવારે સવારે વાહન ચેકીંગ માં હતી ત્યારે આમલેથા બસ સ્ટેન્ડ નજીક થી પકડાયેલા મંગલભાઇ લાલજીભાઈ વસાવા (રહે. ભદામ તા.નાદોદ) એ પોતાના કબજાની ક્રુઝર ગાડી નંબર GJ.22.H 1472 મા 15  માણસો બેસાડી લાવી જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે

(10:10 pm IST)