Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસેથી તુફાન ગાડીમાં વધુ મુસાફરો બેસાડી જતા ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે સંતોષ ચાર રસ્તા પાસે ચેકીંગ દરમ્યાન તુફાન ગાડીમાં વધુ માણસો બેસાડી જતા ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
  મળતી માહિતી અનુસાર રાજપીપળા પીએસઆઈ પી એમ.પરમાર ની ફરીયાદ મુજબ તેઓ રવિવારે બપોરે વાહન ચેકિંગમાં હતા ત્યારે સંતોષ ચોકડી પાસેથી તુફાન ગાડી લઈ જતા હિંમતભાઇ મગનભાઇ વસાવા(રહે , કોલીવાડા તા.દેડીયાપાડા) પોતાની તુફાન ગાડીમા બારથી વધારે માણસો બેસાડી આવતા પોલીસે તેને પકડી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:14 pm IST)