Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમિત ચાવડાને રાજીનામું સુપ્રત કરતા પરેશ ધાનાણી

અમદાવાદ, તા. રપ :  લોકસભા ચૂંટણીમાં ભાજપ અતિ ભવ્ય વિજય મેળવ્યો. લોકસભા ચૂંટણીમાં ખુબ જ ખરાબ રીતે હારી હતી. ગુજરાતમાં કોંગ્રેસને એક પણ સીટ નથી મળી કોંગ્રેસને આશા હતી તે ગુજરાતમાં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી કોંગ્રેસને આશા હતી કે ગુજરાતમાં ખુબ જ સારૂ પ્રદર્શન કરશે પરંતુ પરિણામો આવતા આ આશા પર પાણી ફરી વળ્યું હતું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવાર હારી જતા વિધાનસભામાં વિપક્ષા નેતા પરેશ ધાાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ધાનાણીએ વિપક્ષના નેતાના પદેથી રાજીનામું આપ્યું.

લોકસભા ચૂંટણીમાં હારની તમામ જવાબદારી સ્વીકારને તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને વિપક્ષના નેતાના પદે કોઇ નવા ચહેરાને સ્થાન મળે તેવી ઇચ્છા વ્યકત કરી.

(3:21 pm IST)