Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મેઘરજના પંચાલ રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા :પાંચ શકુનિઓ ફરાર :90 હજારથી વધુનો મુદામાલ જપ્ત

મેઘરજ પોલીસે પંચાલ રોડ પર આવેલા સર્વિસ સ્ટેશન નજીક ખુલ્લામાં હારજીતનો ગંજીપાનો જુગાર રમતા ૫ શકુનિઓ ને ઝડપી પાડી .૯૦૩૬૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

 આ અંગેની વિગત મુજબ મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શર્માએ બાતમીના આધારે મેઘરજ ટાઉનમાં પંચાલ રોડ ઉપર આવેલ સર્વિસ સ્ટેશન ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં ફીરોજભાઇ અહેમદભાઇ શેખ (રહે.ઇન્દીરાનગર) શાહરુખ ઇસુફ ચૌહાણ (રહે. ઇંદીરાનગર) સલાઉદ્દીન ભાઇ ઇકબાલભાઈ બંગા (રહે.જુમામસ્જીદ પાસે ) રજાકભાઈ અહેમદભાઇ ચડી (રહે.ઘાચીવાડા જુની મસ્જીદ પાછળ)તથા સીરાજભાઈ દાઉદભાઈ બંગા (રહે,ઘાચીવાડા (તમામ રહે, મેઘરજ) ને રોકડ રકમ રૂ.૨૨,૩૬૦ તથા મોબાઇલ નંગઃ૫ કિ.રૂ. ૧૮,૦૦૦ તથા ગંજી પાનાનંગ-૫૨ કિ.રૂ.૦૦ હીરો સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ નં.ય્ત્ન. ૦૯. ઝ્રત્ન.૩૮૨૮ કિ.રૂ.૩૦,૦૦૦તથા બજાજ ડીસ્કવર મોટર સાયકલ નં.ય્ત્ન. ૯.ઝ્રડ્ઢ.૨૮૭૯ કિ.રૂ. ૨૦,૦૦૦ની મળી કૂલ મુદ્દામાલ કિ.રૂ.૯૦,૩૬૦સાથે ઝડપી પાડ્યા છે

જયારે પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા સલાઉદ્દિન ઉર્ફે ડેલો ગુલુભાઇ બાકરોલીયા (રહે.દરગાહ ની બાજુમાં જુના બજાર રોડ) ઇન્તિયાઝ સુલેમાન ડાયા (રહે.નવીફળી ઘાંચીવાડા) ઇરફાન ઇસ્માઇલભાઇ કાજી ઉર્ફે નન્નુ (રહે.ઇન્દીરાનગર ૪) મુસ્તુભાઇ રસુલભાઇ કાજી ઉર્ફે કુલડી (રહે ઇન્દીરા નગર ) શેહજાદ અજીતભાઇ પઠાણ રહે.ઇન્દીરા નગર (તમામ રહે,મેઘરજ) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(2:42 pm IST)