Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ભાભરમાં કૌટુંબિક ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ થતા અરેરાટી

ભાભર:માં કૌટુંબિક પરિવારમાં પિતરાઈ ભાઈઓમાં છેલ્લા કેટલાક સમયથી જમીનની ચાલતી તકરારમાં સવારે એક પરિવારના સભ્યો ગાડી લઈ આવી ભાભરના બોરીયા પરામાં ખેતરમાં રહેતા પરિવારની ગાડી પર હુમલો કરી બંદૂકની બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જોકે ગાડી ચાલુ કરવામાં આવતા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને કરાતાં એલસીબી, એસઓજી તથા દિયોદર ડીવાયએસપી સહિતની પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. ભાભરના બોરીયાપરા વિસ્તારમાં ખેતરમાં રહેતા રાઠોડ સનુભા અને પિતરાઈ ભાઈ નીરૃભા કીતુભા વચ્ચે ગત રાત્રિ દરમિયાન કેટલાક સમયથી જમીનના ચાલતા વિવાદ મામલે ફોન પર બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી આજે વહેલી સવારે તેના ફાર્મ હાઉસમાંથી બહાર રોડ ઉપર પોતાની સ્વીફ્ટ ગાડી લઈને નીકળ્યા હતા. તેના ખેતરના દરવાજાની બહાર નીકળતા જ ઝાંપો બંધ કરવા જતા આરોપીઓ નીરૃભા કિતુભા રાઠોડ, રણધીરસિંહ મેતુભા, વિક્રમસિંહ વાઘુભા, ભમરસીંહ અમરસીંહ રાઠોડ, રહે. તમામ ભાભર, જુનાઓ તેમની ગાડીમાં આવી જાનથી મારી નાખવાના ઈરાદે ગાડીમાંથી ઉતરી બંદુકમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી હથિયાર સાથે ફરાર થઈ ગયા હતા.જો કે ફાયરીંગ ગાડીને નુકસાન થયું હતું. કોઇ જાનહાની થઇ નહતી.

 

 

(6:19 pm IST)