Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગળતેશ્વર તાલુકાના ચપટીયામાં અગમ્ય કારણોસર યુવાને ઝેર પીધું

ગળતેશ્વર:તાલુકાના ચપટીયામાં રહેતા શૈલેષભાઈ વજેસિંહ પરમારે આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા ગટગટાવી હતી. જેની જાણ થતાં પરિવારજનોને શૈલેષ પરમાર (ઉં.વ.૩૦)ને તુરંત જ સારવાર માટે ડાકોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં શૈલેષ વેન્ટીલેટર ઉપર હોવાનું જાણવા મળેલ છે.આ બનાવ અંગે સેવાલિયા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તેણે કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે અંગે તપાસ હાથ ઘરી છે.

(6:17 pm IST)