Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

થરાદના ધારાસભ્ય પરબત પટેલના નાના ભાઇની ગાડીને અકસ્‍માતઃ એકનું મોતઃ એમએલએ ગુજરાત લખેલી કારમાંથી બિયરની બોટલો મળી

થરાદઃ શુક્રવારે સવારે થરાદ ચાર રસ્તા પાસે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જે ગાડી અકસ્માતનો ભોગ બની છે તે થરાદના ધારાસભ્ય પરબત પટેલના નાના ભાઈની હોવાનું માલુમ પડ્યું છે. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે થરાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. જોકે, મૃતક વ્યક્તિ કોણ છે તે અંગેની માહિતી મળી નથી.

એમએલએ ગુજરાત લખેલી સ્કોર્પિયો કારમાંથી ફુટેલી બિયરની બોટલો પણ મળી આવી છે. આઈસર ટ્રક સાથે થયેલા અકસ્માતમાં સ્ક્રોપિયોનું બોનેટ તેમજ આગળનો કાચ તૂટી ગયા છે.

(5:24 pm IST)