Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ફરીવાર ડોક્ટર પર હુમલો : જુનિયર તબીબો હડતાલ પર ઉતર્યા

ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં હેલ્મેટ પહેરીને આવેલા અજાણ્યા બે શખ્સોએ કર્યો હુમલો

અમદાવાદ:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરીવાર આજે ડોક્ટર પર હુમલો થયો છે આજે વહેલી સવારે ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં સાથી ડોક્ટરો સાથે ઊભેલા જુનિયર ડોક્ટર પર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો.

હુમલામાં ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. હુમલો કરી બંને શખસ ત્યાંથી નાસી ગયા હતા. ઘટના અંગે જાણ થતાં શાહીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

સતત બીજા દિવસે ડોક્ટર પર હુમલાની ઘટના બનતાં જુનિયર ડોક્ટરો ફરી એક વાર હડતાળ પર ઊતરી ગયા છે. તેઓની એક જ માગ છે કે ડોક્ટરો પર કરાતા હુમલાને રોકવામાં આવે અને આવાં તત્ત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

(12:49 pm IST)