Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં સોનાનો ચેન તફડાવી બે ગઠિયા ફરાર

લાલ કલરની બાઇકમાં આવીને પોલીસની ઓળખ આપી ચેઇન ઉતરાવી કાગળમાં મૂકી બીજી પડીકી પકડાવી ગયા

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સોનાનો ચેઇન તફડાવી બે ગઠિયા ફરાર થઇ ગયા છે કેરાલા સ્ટોર ધરાવતા પરિવારની મહિલા આજે સવારે સ્ટોર તરફ જઈ રહી હતી.ત્યારે લાલ કલરની બાઈક ઉપર આવેલાં બે ગઠિયાઓ 10 ગ્રામ સોનાની ચેઈન તફડાવી ફરાર થતા ગભરાયેલી મહિલાએ પતિને જાણ કરતાં જીઆઈડીસી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા અને મૂળ કેરાલાનાં વતની સુરેન્દ્ર નાયર પોતે ગોગુલામ કેરળ સ્ટોર ધરાવે છે. તેમનાં પત્ની શકુંતલાબેન નાયર સવારનાં સમયે તેમની દુકાન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન લાલ કલરની મોટર સાયકલ ઉપર આવેલાં બે શખ્સોએ તેમને આંતરીને પોલીસની ઓળખ આપી તેમની પાસેથી 10 ગ્રામ સોનાની ચેઈન ઉતરાવી કાગળમાં મૂકવાનું કહ્યું હતું. બાદમાં ગઠિયાઓ તેમને બીજી પડીકી પકડાવી અશલી સોનું લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ડઘાઈ ગયેલા શકુંતલાબહેને પતિને આ બાબતની જાણ કરતાં તેઓએ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

(12:37 pm IST)