Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

'નિપાહ' વાઇરસથી બચવા ૧૦૪ નંબર હેલ્પલાઇન

ગાંધીનગર, તા., ૨૫: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કેન્દ્રની માર્ગદર્શિકાના સંદર્ભમાં નિપાહ વાઇરસનો ચેપ  ના ફેલાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ કરીને ૧૦૪ નંબરની હેલ્પલાઇન  પણ સક્રિય રહી છે. આ ઉપરાંત રાજ્યમાં નિપાહ વાઇરસ સંદર્ભે એલર્ટ પણ જાહેર કરાયુ.

આરોગ્ય કમિશ્નર ડો.જયંતી રવીએ જણાવ્યુ હતુ કે, ચામાચીડીયામાંથી તથા ભૂંડના સંસર્ગ કે ભૂંડનું માસ ખાવાથી નિપાહ વાઇરસ ફેલાતો હોય છે. બે વર્ષ પહેલા સિલીગુડીમાં  આ રોગચાળાના કેસો કોઝીકોડ ખાતે આ વાઇરસે દેખા દીધી છે. ગુજરાતને સંબંધ છે ત્યા સુધી ચીંતાનુ કારણ નથી, આમ છતા, કેન્દ્ર  સરકારની માર્ગદર્શિકા ધ્યાને લઇ બુધવારે રાજ્યની તમામ જિલ્લા આરોગ્ય કચેરીઓને આ વાઇરસ ન ફેલાય  અને લોકોમાં ભય નહી પરંતુ  જાગૃતિ વ્યાપે તે માટે ચાંપતા પગલા લેવાની તાકીદ કરાઇ છે.(૪.૨)

(11:54 am IST)