Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચ લેતા પકડાયેલા મહિલા અધિકારી દર્શના મોદીના 27 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર

ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા

અમદાવાદ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહિલા અધિકારી રીમાન્ડ પર લાંચ લેતા પકડાયેલા દર્શના મોદીના 27 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર કરાયા છે 

   એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા અવારનવાર આ પ્રકારના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવામાં આવતા હોય છે ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહિલા અધિકારી લાંચ લેતા પકડાયેલા દર્શના મોદીના રિમાન્ડ મંજૂર થયા છે.
   મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સના મહિલા અધિકારી ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી રંગેહાથ ઝડપાયા હતા. ACB દ્વારા મહિલા અધિકારીની 20 હજારની લાંચ લેતા ધરપકડ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહિલા અધિકારી દર્શના મોદીના 27 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રીમાન્ડ મંજૂર થયા છે. 
  સમગ્ર મામલે ACB દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહિલા અધિકારીએ ફરિયાદીને દવાના પ્રિસ્ક્રીપશનની નોંધ ન હોવાનું કહીને 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેતે સમયે ફરિયાદી પાસેથી મહિલા અધિકારીએ 10 હજાર રૂપિયા લીધા હતા. જોકે બાદમાં વધુ 20 હજારની માંગ કરતાં ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને ડ્રગ્સ ઇસ્પેક્ટર દર્શના મોદી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ACBની તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે 

 

(11:40 pm IST)