Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

સુરતમાં લાયસન્સ વગર ચાલતા મિનરલ વોટરના પ્લાન્ટને પોલીસે નોટિસ ફટકારી

સુરત:સુરત મ્યુનિ.માં બીઆઈએસ સર્ટીફીકેટ અને મ્યુનિ.ના લાયસન્સ વિના ચાલતા  મિનરલ વોટરના પ્લાન્ટ સામે તવાઈ આવી રહી છે. અગાઉ ૨૧ જેટલી પ્લાન્ટને સીલ કરાયા બાદ આજે વધુ ૧૬  પ્લાન્ટને નોટીસ આપવામાં આવી છે.  જોકે, સીલ કરાયેલા કેટલાક પ્લાન્ટ ફરીથી ધમધમતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે.  લોકોના આરોગ્ય સામે જોખમ કરતાં  મિનરલ વોટરના નામે શરૃ થયેલા પેકેજીંક વોટરના પ્લાન્ટ મ્યુનિ.ના કાયદા સાથે વીજ કંપનીના કાયદાનો પણ ભંગ કરી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે.

સુરત મ્યુનિ. વિસ્તરમાં મ્યુનિ.ના લાયસન્સ વિના ચાલતા પેકેજીગ વોટર પ્લાન્ટને નોટીસ આપીને સીલીંગની કામગીરી મ્યુનિ. તંત્રએ શરૃ કરી છે. હાલમાં સર્વે કરાયો તેમાં કેટલાક પ્લાન્ટ પાસે બીઆઈએસ લાયસન્સ ન હોવા ઉપરાંત મ્યુનિ.ના ફુડ વિભાગનું કોઈ પ્રકારનું લાયસન્સ નથી. આવી રીતે ચાલતા પ્લાન્ટમાં મ્યુનિ.ના ફુડ વિભાગ સાથે ગુમાસ્તાના નિયમનો પણ ભંગ થવા સાથે પ્રોફેશનલ  ટેક્સની પણ ચોરી થઈ રહી છે.  સુરત મ્યુનિ.ના વિસ્તારમાં ચાલી રહેલા પેકેજીંગ વોટર પ્લાન્ટમાંથી કેટલાક પ્લાન્ટ ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમા ચાલી રહ્યાં છે.

ઝુંપડપટ્ટી વિસ્તારમાં વીજ કંરનીના કોમર્શિયલ જોડાણ કેવી રીતે મળે તે અંગે પ્રશ્ન ઉભા થયાં છે. મ્યુનિ. તંત્રની સાથે વીજ કંપની પણ પેકેજીંગ વોટર પ્લાન્ટ પર તપાસ કરે તો વીજ કંપનીના નિયમોનો ભંગ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી,.આજે મ્યુનિ. તંત્રના ચેકીંગ દરમિાયન શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૬ જેટલા પેકેજ ડ્રિંકીંગ વોટરના પ્લાન્ટને નોટીસ આપવામાં આવી છે.

(6:00 pm IST)