Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

માંડવીના ગોડસંબા નજીક પુરપાટ ઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

માંડવી:તાલુકાના ગોડસંબા ગામની સીમમાં પૂરપાટ જતી મારૃતી ઇકો કારના ચાલકે બાઇકને અડફટે લેતાં બાઇક ચાલક અમલસાડી ગામના ૩૦ વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું.

માંડવીના અમલસાડી ગામે રહેતા અર્જુન નવીનભાઇ રાઠોડ (ઉ.વ. ૩૦)ની દિકરીને ખાંસી થઇ હતી. જેની દવા લેવા અર્જુન રાઠોડ ઉટેવા ગામે દેશી દવા બનાવનાર પાસે જવાના હતા.

ગતરોજ  અર્જુન રાઠોડે ઉટેવા ગામે દેશી દવા લેવા જવા ગામતળાવ બુજરંગ ગામના પ્રવિણ પટેલની બાઇક (નં. જીજે-૫-ડીએ- ૧૯૬૪) લઇને ઘરેથી નીકળ્યા હતા.

દવા લઇ બાઇક પર પરત ફરતા અર્જુન રાઠોડની બાઇકને સાંજના સમયે માંડવીથી કીમ જતા રોડ પર ગોડસંબા ગામની સીમમાં સામેથી પૂરઝડપે  આવતી ઇકોકાર (નં. જીજે-૧૯-એએફ- ૫૩૩)ના ચાલકે અડફટે લઇ ટક્કર મારતા બાઇક સાથે ઇકો કાર રોડની સાઇડે ખાડમાં ઉતરી ગઇ હતી.

બાઇક ચાલક અર્જુન રાઠોડને સારવાર માટે માંડવી સરકારી દવાખાને લઇ જતા ફરજ પરના તબીબે અર્જુન રાઠોડને મૃત જાહેર કરતા માંડવી પોલીસે ઇકો કારના ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:00 pm IST)