Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ખેડા નજીક એટ્રોસિટીના કેસમાં પીએસઆઇને ચાર વર્ષની કેદની સજાની સુનવણી

ખેડા: પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ એ. આર. ઝાલાને એક એટ્રોસીટીના કેસમાં નડીઆદની અદાલતે તકશીરવાર ઠેરવીને ચાર વર્ષની કેદની સજા તથા ૭ હજારનો દંડ ફટકારતી સજાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બનાવની મળતી વિગત મુજબ ખેડા તાલુકાના હરીયાળામાં રહેતા ૬૦ વર્ષીય મનુભાઈ પરષોત્તમભાઈ વાઘેલા (વણકર) ખેડામાં આવેલ વિશાલ ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટન્ટ તરીકે ની નોકરી કરે છે. તા.૧૦-૯-૧૫ ના રોજ તેમની ટ્રાન્સપોર્ટની ગાડીમાંથી ચાર ગેસના બોટલ ચોરી થયા હોવાની જાણ તેમના ડ્રાઈવર અશોકભાઈએ તેમને કરી હતી. જેથી તેમણે ટ્રાન્સપોર્ટના માલિક બિપીનભાઈને આ વાતથી વાકેફ કર્યાં હતાં. બીજા દિવસે સવારે બિપીનભાઈ અને અશોકભાઈ સાથે મનુભાઈ ખેડા પોલીસ સ્ટેશનમાં ગયા હતાં. તે વખતે તમામ હકીકત ફરજ પરના પીએસઓને જણાવી હતી. તે વખતે પીએસઓએ વિગતો જાણ્યા બાદ જણાવ્યું હતું કે બનાવ વખતે ડ્રાઈવર ઘેર જઈને સુઈ ગયો હતો. જેથી ડ્રાઈવરની બેદરકારીને કારણે ચોરી થઈ છે માટે ફરિયાદ લેવાશે નહી. જેથી મનુભાઈએ જણાવ્યું હતુ કે ઘરમાં ચોરી થાય તો માલિક ફરિયાદ કરવા આવે અને તમે કહો કે તમારે જાગવું જોઈએ તો ફરિયાદી ફરિયાદ કરવા ક્યાં જાય ? મનુભાઈની દલીલી સાંભળી પીએસઓએ પીએસઆઈ અજયસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા કે જેઓ કેબિનમાં બેઠાં હોઈ તેમને જઈને જાણ કરી હતી.
 

(5:55 pm IST)