Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

અધિકરીઓની બદલી થવાની શક્યતા

રાજ્યમાં અધિકારીઓની બદલી થોડા સમયમાં થઇ શકે છે .100 દિવસના કાર્યકાળના દિવસ પુરા થયા બાદ સીએમ મોટા ફેરફારોની તૈયારીમાં લાગી ગયા છે

ગુજરાતતમાં અધિકારીઓની બદલી ટૂંક સમયમાં થઈ શકે છે. પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ ઝાટકે મોટા ફેરફારોની તૈયારી કરી રહ્યા છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં મોટી સંખ્યામાં આપીએસની બદલીઓ થઈ શકે છે. મુખ્યમંત્રીએ 22 માર્ચે તેમના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ કર્યા હતા. પહેલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવશે.

આ પછી આઈપીએસ અધિકારીઓની બદલી થવાની શક્યતા છે.


ગાંધીનગર વિધાનસભા સત્ર બાદ ગુજરાતમાં બદલીઓનો ધમધામટ શરુ થશે. આઈએએસ અધિકારીઓની સામુહિક બદલીઓ થશે. 50થી 55 અધિકારીઓની બદલીઓની શક્યતાઓ છે. 15 સચિવકક્ષાનાં અધિકારીઓની પણ બદલી થશે. 18થી 20 કલેક્ટરોની પણ બદલીઓ થઈ શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જલદી જ અધિકારીઓની બદલીઓની યાદી તૈયાર કરવામાં આવી શકે છે. 15 એપ્રિલ પહેલા લગભગ આઈએએસ અને આઈપીએસની મોટાપાયે બદલીઓ થઈ શકે છે. આ પછી પોલીસ વિભાગમાં ફેરબદલની શક્યતા છે.


2023 ના બીજા મહિનામાં, રાજ્યના ટોચના અધિકારીઓમાં ફેરફાર થશે. આઈપીએસ વિકાસ સહાયને પહેલા ઈન્ચાર્જ ડીજીપી અને પછી ફુલ ટાઈમ ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તો ત્યાં પંકજ કુમારની જગ્યા ગૃહ સચિવ રાજકુમારને મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ જામી ગયેલા અધિકારીઓની બદલીઓ નિશ્ચિત માનવામાં આવી રહી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટા ફેરફારમાં રાજ્યના 18 જિલ્લાઓને નવા કલેક્ટર મળવાની અપેક્ષા છે. રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ છે. તેથી અહીં અને ત્યાંથી 15 સચિવ સ્તરના અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. કેટલાક અધિકારીઓને મહત્વની પોસ્ટિંગ મળી શકે છે. જેમાં વિવિધ વિભાગની જવાબદદારીઓ પણ અધિકારીઓને મળી શકે છે. આ ઉપરાંત બદલીઓ સાથે આગામી સમયમાં સરકાર વિકાસના કામો પણ આગળ ધપાવશે.

(10:19 pm IST)