Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

આણંદના આંકલાવડી ગામ નજીક એક્‍સપ્રેસ વે પરથી વૃદ્ધનો છુંદાયેલા મૃતદેહ કેસમાં બે આરોપીની ધરપકડ થતા હત્‍યાનો પર્દાફાશ

મૃતદેહ પાસેથી મોબાઇલ મળી આવતા મૃતક હાલ બોટાદમાં રહેતા વસંત વાસુદેવ હોવાનું ખુલ્‍યુ

આણંદ: જિલ્લાનાં આંકલાવડી ગામ નજીક અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ વે પરથી છુંદાઈ ગયેલો વૃદ્ધનો મૃતદેહ મળી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ કરતા વૃદ્ધની હત્યા કર્યા બાદ મૃતદેહને રોડ પર મુકી તેનાં પર ટ્રક ફેરવી દઈ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાતા પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. 

આંકલાવડી ગામની સીમમાં અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ વે પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો, જેનાં પર અનેક વાહનો પસાર થઈ ગયા હોઈ મૃતદેહ છુંદાઈ ગયો હતો,જેથી પોલીસે તપાસ કરતા મૃતદેહની પાસેથી એક મોબાઈલફોન મળી આવતા જેનાં આધારે મૃતક વૃદ્ધ મૂળ અમદાવાદનાં પરંતુ હાલમાં બોટાદ ખાતે રહેતા વસંતભાઈ વાસુદેવભાઈ દવે તરીકે ઓળખ થઈ હતી. જેમાં વધુ તપાસ કરતા તેઓ ટ્રક પર કંડકટર તરીકે નોકરી કરતા હતા અને તેઓ જાલુભા મનુભા પરમાર અને વિનુભાઈ કલજીભાઈ ધોરીયા બન્ને રહે, બોટાદની સાથે ટ્રક નં.જીજે-01 બીવી 3303 પર બોટાદથી મહારાષ્ટ્ર ટ્રીમાં ગયા હતા અને પરત ફરતા વસંતભાઈએ અમદાવાદ પોતાનાં ભાઈને મળવા જવાનું હોવાથી વડોદરા ટોલનાકા પાસે ટ્રકમાંથી ઉતરી ગયા હોવાની વિગતો ટ્રક ચાલક વિનુભાઈ અને જાલુભાએ જણાવી હતી.

વાસદ પોલીસ મથકનાં પીએસઆઈ આર સી નાગોલ અને તેમની ટીમએ ટોલનાકાનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ તેમજ મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનીકલ રીતે તપાસ કરતા જાલુભા અને વિનુભાઈએ આપેલા નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો જેથી પોલીસે શંકાનાં આધારે જાલુભા અને વિનુભાઈની ઝીણવટભરી પુછપરછ કરતા આ બન્ને શખસોએ વસંતભાઈની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. 

જાલુભા અને વિનુભાઈએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી ટ્રક લઈને પરત આવતી વખતે રસ્તામાં વસંતભાઈ વાસુદેવ દવેનાઓથી પેન્ટમાં પેસાબ થઈ ગયેલ જેથી વસંતભાઈ અને જાલુભા વચ્ચે બોલાચાલી અને મારામારી થતા જાલુભાએ વસંતભાઈને માથાની પાછળનાં ભાગમં લોખંડનો સળીયો મારતા વસંતભાઈને ગંભીર ઇજાઓ થતા તેઓનું ટ્રકમાંજ મોત નિપજયું હતું. 

જેથી હત્યા કર્યા બાદ પુરાવાનો નાસ કરવા માટે જાલુભા અને વિનુભાઈએ વસંતભાઈની લાસને વડોદરા અમદાવાદ એક્ષપ્રેસ વે પર આંકલાવડી નજીક ટ્રકની નીચે મુકીને તેની પર ટ્રક ચઢાવી દીધી હતી અને રાત્રી દરમિયાન લાસ પરથી અનેક વાહનો પસાર થઈ જતા લાસ છુંદાઈ ગઈ હતી અને ત્યારબાદ જાલુભા અને વિનુભાઈએ હત્યાને અકસ્માતમાં ખપાવી દીધી હતી.

પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસે અકસ્માત નહી પરંતુ હત્યા કરાઈ હોવાનો પર્દાફાસ કરી હત્યાનાં ગુનામાં વપરાયેલ લોખંડનો સળીયો,ટ અને ટ્રક કબ્જે કરી આરોપીઓ જાલુભા મનુભા પરમાર રહે.મોટા પાળીયાદ ભદ્રાવડી રોડ, તા.જી બોટાજ અને વિનુભાઈ કલજીભાઈ ધોરીયા રહે. નાના પાળીયાદ, પંચાયતનાં બોર પાસે તા. જી બોટાદ સહીત બન્નેની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી ગુનામાં ઈપીકો કલમ 302, 201, 114, જીપીએકટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(6:12 pm IST)