Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

સુરતના પલસાણા વિસ્‍તારમાં પહેલા માળે રમી રહેલા દોઢ વર્ષના બાળકનું નીચે પડતા ટુંક સારવાર દરમિયાન મોતઃ પરિવાર શોકમાં ગરકાવ

પોલીસે અકસ્‍માતનો ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી

સુરત: વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે. પલસાણા વિસ્તારમાં રમતા રમતા પહેલા માળેથી પટકાતા દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી દરમિયાન બાળક નીચે ફટકાતા માથાના ભાગે ગંભીરી ઈજાઓ પહોંચી હતી.

સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલ મહાદેવ નગર સોસાયટીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ જબલપુરના વતની શંકર લોધી લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે શંકર લોધીનો દોઢ વર્ષનો પુત્ર મયંક લોધી ઘરના પહેલા માળે ગેલેરીમાં રમી રહ્યો હતો.માતા રજનિદેવી ઘરમાં રસોઈ બનાવી રહી હતી. દરમ્યાન બાળક અચાનક જ રમતા રમતા નીચે ફટકાઈ ગયો હતો.ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાળકના માતાના ભાગે ગંભીરિજાઓ પહોંચતા બાળકને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઇ પરિવાર  શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઈ પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક બાળકના પિતા શંકર લોભીએ જણાવી હતું કે હું નોકરીએ ગયો હતો અને બાળકની માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી. મારો દોઢ વર્ષનો પુત્ર ઘરના પહેલા માળે રમી રહ્યો હતો રમતા રમતા અચાનક નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા.ત્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

જ્યારે આ ઘટનાથી વાલીઓએ ચેતી જવું જરૂરી છે. માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી અને પિતા કામ પર ગયા હતા. બાળકને રમવા માટે એકલા જોડી દેતા બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાળકનું મોત નીપજ્યું છે

(6:10 pm IST)