Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જેલ સર્ચ ઓપરેશન પરોઢ સુધી ચાલ્‍યું, ગૃહમંત્રાલયને રીપોર્ટ સુપ્રત

કમાન્‍ડ કન્‍ટ્રોલ રૂમમાં હર્ષ સંઘવી મોડે સુધી બેસી રહ્યા, એક વાગ્‍યા બાદ ઉચ્‍ચ અધિકારીઓ વ્‍યવસ્‍થા ગોઠવી છૂટા પડી રિપોર્ટ મેળવ્‍યા બે ત્રણ જગ્‍યાએ મોબાઈલ, બીડી, સિગારેટ મળ્‍યું હોવાની ચર્ચા, રિપોર્ટના અભ્‍યાસ બાદ સતાવાર જાહેરાતઃ રાજકોટ સહિતની રાજ્‍યભરનું જોઇન્‍ટ સર્ચ ઓપરેશન, પ્રાથમિક તબકકે કોઈ ગંભીર બાબત બહાર ન આવી હોવાની ચર્ચા

રાજકોટ તા.૨૫: ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા બે દિવસ પહેલા નિર્ધારિત કાર્યક્રમ અધૂરો મૂકી રાજ્‍યના મુખ્‍ય જેલ વડા ડો.કે. એલ.એન. રાવને સાથે રાખી નિરીક્ષણ બાદ ફરી ઉચ્‍ચ અધિકારીઓની બેઠક યોજી રાજકોટ , જામનગર, જૂનાગઢ સહિત ૧૭ જેલોમાં ૧૭૦૦ થી વધુ પોલીસ કાફલા સાથે વહેલી પરોઢ સુધી ચેકીંગ કર્યાં બાદ જવાબદાર અઘિકારીઓ દ્વારા ગૃહમંત્રાલયને રિપોર્ટ સુપરત કરેલ છે.                

પ્રાથમિક તબક્કે બે ત્રણ જેલમાં મોબાઈલ કે બીડી, સિગારેટ સિવાય કોઈ ગંભીર બાબત પ્રકાશમાં આવી નથી, ખુદ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગાંધીનગર કમાન્‍ડ કન્‍ટ્રોલ પરથી નિરીક્ષણ કર્યું હતું.                   

 રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, રાજ્‍યના જેલ વડા ડો.કે.એલ.સેન.રાવ, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર તથા ગુપ્તચર વડા અનુપમસિહ ગેહલોત વિગેરેના વડપણ હેઠળ રાજ્‍ય ભરના ક્રાઇમ બ્રાન્‍ચ અધિકારીઓ, એસ. ઓ.જી સ્‍ટાફ વિગેરે જોડાયા હતા, બોડી વોર્ન કેમેરા સાથે પણ પોલીસ કાફલો સર્ચમાં સામેલ હતો.

(4:58 pm IST)