Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ખેતીવાડી વિભાગના કર્મચારીઓને માહિતી અધિકારી વિષે તાલીમ

પ્રાદેશીક તાલીમ કેન્‍દ્ર મહેસાણાનું સફળ આયોજન

મહેસાણા ખાતે  પ્રાદેશીક  તાલીમ કેન્‍દ્ર (સ્‍પીપા) દ્વારા ખેતીવાડી વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ માટે માહીતી અધિકારી  વિષે યોજાયેલ તાલીમ વર્ગની તસ્‍વીર.

રાજકોટ, તા., ૨૫: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્‍થાના  મહાનિર્દેશક આર.સી.મીના, આઇએએસની સુચના તથા માર્ગદર્શન હેઠળ પ્રાદેશીક તાલીમ કેન્‍દ્ર મહેસાણા ખાતે જીલ્લા ખેતીવાડી અધિારી  તાબા હેઠળની કચેરીઓમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના અધિકારીઓ-કર્મચારીઓ (કુલ ૮ર)ને જાહેર માહીતી અધિકાર અધિનિયમ ર૦૦પની તાલીમ આપવામાં આવી હતી.

આયોજન માટે જીલ્લા ખેતીવાડી અધિકારી મહેસાણા અને તેમની સમગ્ર ટીમ તથા પ્રાદેશીક તાલીમ કેન્‍દ્ર (સ્‍પીપા) મહેસાણાની ટીમ દ્વારા સંકલન કરવામાં આવેલ. જાહેર મિાહીતી અધિકાર અધિનિયમ ર૦૦પની તાલીમ અર્થે વ્‍યાખ્‍યાતા શ્રી સી.પી.ઠાકોરે (નિવૃત નાયબ સચિવ) તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું.

જાહેર માહીતી અધિકાર અધિનિયમ ર૦૦પ અંતર્ગત જરૂરી તાલીમ સાહિત્‍ય પુરી પાડવામાં આવેલ હતું. તાલીમાર્થીઓના અભિપ્રાય મુજબ સદર તાલીમ તેમની સરકારી ફરજ પારદર્શક અને યોગ્‍ય રીતે નિભાવવામાં ઉપયોગી થશે.

(1:13 pm IST)