Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે ખરી..?કોયારી શાળાના મુખ્ય શિક્ષકનો વીડિયો વાયરલ : શું શિક્ષક નશામાં હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા  : નર્મદાના ગરુડેશ્વર તાલુકાના કોયારી ગામે પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષક નશાની હાલતમાં સ્કૂલમાં બેન્ચીસ પર સુતેલા હોવાનો વિડીયો વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા શિક્ષણાધિકારીને તપાસ સોંપતા દોડધામ મચી હતી.

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે પણ કેવી છે એ આ કિસ્સો જોતા ખબર પડશે , એક શિક્ષક રાજેશ વાંસદિયા નસો કરેલી હાલતમાં સ્કૂલમાં સુતા હતા જેનો વિડીયો એસ.એમ.સી અધ્યક્ષે ઉતારી વાયરલ કર્યો હતો.તો શું તેઓ નશામાં હતા..? હોય તો આવી રીતે ભણશે ગુજરાત..? શિક્ષકો પર કોઈ લગામ રહી નથી.?
એક તરફ વિધાર્થીઓ શાળા માં ભણવા આવ્યા છે પણ શિક્ષક દારૂ પી શાળામાં સુઈ ગયા છે.ગુજરાત સરકાર ગામડાઓમાં ભણતર સારું ચાલી રહ્યું છે તેવા દાવા કેરી રહી છે ત્યારે આવા શિક્ષકો પર સરકાર કેવા પગલાં લેશે એ જોવું રહ્યું, આ કથિત વિડીઓના આધારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શાળામાં તપાસ કરવા પહોંચ્યા પણ તેઓ પણ શિક્ષકનો બચાવ કરતા નજરે પડ્યા અને હદ તો ત્યાં થઈ કે જે શિક્ષક નશાની હાલતમાં હતા તે જાતે એમ કહી રહયા છે કે નવરાત્રીનો ઉપવાસ હોય બીપીનો દર્દી છું માટે ગોળી ગળી એટલે ચક્કર આવ્યા અને હું શુઈ ગયો હતો. ત્યારે હવે તપાસ કમિટીમાં શિક્ષક નિર્દોષ છૂટી જાય છે કે કસૂરવાર ઠેરવાય છે એ જોવું રહ્યું.

(10:17 pm IST)